કંસારા બજાર/પ્રારંભિક
કંસારા બજાર
મનીષા જોષી
ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
મુંબઈ • અમદાવાદ
Kansara Bazar: Collection of Poems by Manisha Joshi
© મનીષા જોષી
પ્રકાશક ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. ૧૯૯૧, ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦ ૦૦૨, ફોન: ૬૫૬ ૦૫૦૪, ૬૪૪ ૨૮૩૬
૧-૨, અપર લેવલ, સેન્યુરિ બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી અમદાવાદ ૩૮૦ ૦૦૬, ફોનઃ ૨૦ ર૬૯૧, ૨૦૦ ૧૩૫૮ Email: sales@imagepublications.com Visit us on: http://www.imagepublications.com
પ્રથમ આવૃત્તિ: માર્ચ, ૨૦૦૧ મૂલ્ય: રૂ. ૬૦.૦૦
આવરણ ફોટોગ્રાફ: વિવેક દેસાઈ
લેઆઉટ/ ટાઇપસેટિંગ અપૂર્વ આશાર ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. અમદાવાદ
મુદ્રક મુદ્રેશ પુરોહિત સૂર્યા ઓફસેટ આંબલી
ગોબાતાં, ટીપાતાં, રણકતાં, ચળકતાં વાસણોને...
સર્જકની સાથે કોઈ સર્જકને પોતાની કૃતિથી પૂર્ણ પરિચિતતા ક્યારેય અનુભવાય ખરી? ‘કંદરા’ના કાવ્યો આજે સાવ નોંધારા લાગે છે તેમ આ કાવ્યો પણ ક્યારેક એવા જ અનાથ લાગશે. પણ, અત્યારે તો હું વ્યક્ત થઈ રહી છું, આ કાવ્યોના માલિકીભાવ સાથે. કંસારા બજાર' એટલે સ્વ અને સમગ્ર વચ્ચેનો સંઘર્ષ માત્ર અસ્તિત્વની સાતત્યતા જાળવવાના પ્રયત્નમાં લખાયેલી થોડીક કવિતાઓના અનુસંધાન અહીં મળે છે. કપડાં અને વાસણોમાં પૂરાતી, મુક્ત થતી ચેતના આમ જ કણસતી રહેશે, જીવાતું રહેશે. સદ્ભાગ્યે, જીવનમાં સ્વજનોની યાદી ખૂબ લાંબી છે, એટલે અહીં સૌને માત્ર એક અંગત યાદ. આ સંગ્રહના પ્રકાશક અને મૂળ તો કવિતાના આજીવન ભેખધારી ડો. સુરેશ દલાલનો વિશેષ આભાર. - મનીષા