કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૨૬.શેઢો (ગઝલ)

From Ekatra Wiki
Revision as of 04:55, 16 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૬.શેઢો (ગઝલ)|}} <poem> સદા ઘરથી છેટે રહ્યો ઘાસ જેવો, છતાં આંખથી ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૬.શેઢો (ગઝલ)

સદા ઘરથી છેટે રહ્યો ઘાસ જેવો,
છતાં આંખથી ના અલગ થાય શેઢો.

ચગદતો હમેશાં ગમે તેમ એને,
બળદને કદી ના ચરી જાય શેઢો.

પગલાંનો એ છે જનમથી જ ભૂખ્યો,
પથ પર ઘણી વાર પથરાય શેઢો.

નથી પાંખ એને કે ઊડી શકે એ,
છતાં નીડમાં ક્યાંક સંતાય શેઢો.

નથી કોઈ હોતું કને વાત કરવા,
મને એ સમયથી જ સમજાય શેઢો.

રહ્યો છું કને ને કને તોય છે શું ?
નર્યો ઘાસ છું કે ન પરખાય શેઢો !
(અંગત, પૃ. ૪૩)