શાંત કોલાહલ/અનાદર

From Ekatra Wiki
Revision as of 02:05, 28 March 2023 by Meghdhanu (talk | contribs) (+created chapter)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અનાદર

જ્યારે આવેલ તું ઘર મારે;
ત્યારે હાય હું ઘેલી ભાન ભૂલી’તી અંગના અલંકારે....
નૂપુરનો રણકાર સુણું
કટિ-મેખલાની કિંકિણી,

તેજ વેરે કુંડલ ત્યાં
રેખા દંતની ઝીણી ઝીણી;
મ્હોરતાં મારાં રૂપની સાથે ખેલતી વારે વારે....

વાજી રહી જવ ગોરજ વેળની ઝાલર :
હાય ત્યારે કળ્યું બારણે આવેલનો નહીં મેં કીધ આદર.

આંગણમાં તવ આવતી જતી
નીરખી ચરણ પાંતી,
ઊતરતે અંધાર
હવાની રજથી જાય છવાતી;
અવ કિયે સંકેત રે મારે નીસરવું અભિસારે ?....