યાત્રા/અહો ગગનચારિ!
Revision as of 10:23, 18 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અહો ગગનચારિ!|}} <poem> અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને, ઝૂકી ગહન ગુંબજોથી તવ ઉગ્ર પંજે મને ઉઠાવ, મુજ ભોં-ઢળી શિથિલ મૃણ્મયી કાયને. ભલે ત્વચ તૂટો, ફૂટો હૃદય, માંસમજ્જા બધું બનો સમિધ...")
અહો ગગનચારિ!
અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને,
ઝૂકી ગહન ગુંબજોથી તવ ઉગ્ર પંજે મને
ઉઠાવ, મુજ ભોં-ઢળી શિથિલ મૃણ્મયી કાયને.
ભલે ત્વચ તૂટો, ફૂટો હૃદય, માંસમજ્જા બધું
બનો સમિધ તાહરા ઉદરઅગ્નિમાં ઉજ્જ્વલ,
કશું ન વસમું જ એ, વસમું માત્ર આ જીવવું
ધરા-તમસમાં પ્રમગ્ન મૃદભક્ષી આ કીટનું.
મહાઉદર તાહરે રુધિર માંસ મજ્જા થશે
તવાંશ, ગગનો ઘૂમંતી તવ ઊર્મિ થૈ ઘૂમશે;
નથી અધિક સિદ્ધિ એથી — તવ હસ્તના મૃત્યુથી.
અહો ગગનનાથ! સાવ પવનોની પાંખે ચડી,
ભલે તું લઈ આવ સાથ શત મૃત્યુ કેરી ઝડી.
જુલાઈ, ૧૯૪૦