વસુધા/નવા વર્ષની ઉષાને
Revision as of 10:21, 14 September 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નવા વર્ષની ઉષાને|}} <poem> પ્રશસ્ત તારાં ચરણે, પ્રભાવતી ઉષા! અમારી ઢળતી છ અર્ચના. અમાસનાં અંધ તમિસ્રનીરથી પ્રફુલ્લતી આ તવ પદ્મપાંદડી. મધ્યાહ્નની આ પગલી સુકોમળી! તમિસ્રતીરે ઉંઘત...")
નવા વર્ષની ઉષાને
પ્રશસ્ત તારાં ચરણે, પ્રભાવતી
ઉષા! અમારી ઢળતી છ અર્ચના.
અમાસનાં અંધ તમિસ્રનીરથી
પ્રફુલ્લતી આ તવ પદ્મપાંદડી.
મધ્યાહ્નની આ પગલી સુકોમળી!
તમિસ્રતીરે ઉંઘતાં ઉઠાડજે,
મધ્યાહ્ન જોવા ઝળકંત જિન્દગી–
તણો તું ખુલ્લાં નયને જિવાડજે.
અને બને તો,
સન્ધ્યા અમારી સુરખીભરી કરી,
મધ્યાહ્નથી એ ઉજળી બનાવજે.