બાળ કાવ્ય સંપદા/પતંગિયાં રૂપાળાં
Revision as of 04:53, 16 February 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પતંગિયાં રૂપાળાં|લેખક : કલાધર વૈષ્ણવ<br>(1932)}} {{Block center|<poem> અમે પતંગિયાં રૂપાળાં, પચરંગી પાંખોવાળાં... {{right|અમે}} અમે ફૂલ ફૂલ ૫૨ મોહ્યાં, એણે અમી-અંતરો ખોલ્યાં, એમાં ભાન અમારાં ખોયાં...{{right|...")
પતંગિયાં રૂપાળાં
લેખક : કલાધર વૈષ્ણવ
(1932)
અમે પતંગિયાં રૂપાળાં,
પચરંગી પાંખોવાળાં... અમે
અમે ફૂલ ફૂલ ૫૨ મોહ્યાં,
એણે અમી-અંતરો ખોલ્યાં,
એમાં ભાન અમારાં ખોયાં...અમે
પેલી કરણ ચંપો બોલાવે,
એના દિલનાં દ્વાર ખોલાવે,
એના હૈયે અમને ઝુલાવે... અમે
પેલો પવન નાચતો આવે,
એ તો બંસી કેવી બજાવે,
ફૂલ સંગે અમને ઝુલાવે... અમે
અમે ફૂલડાંનાં ગીત ગાયાં,
એણે કેવાં અમીરસ પાયાં,
એની કેમ ભુલાશે માયા ?.... અમે