બાળ કાવ્ય સંપદા/અમે ગ્યા'તાં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
અમે ગ્યા’તાં

લેખક : જયંતીલાલ દવે
(1932)

અમે ગ્યાં’તાં સાગરને તીરે, દરિયાને કાંઠે કે–

છીપલાં વીણવાને...

અમે ગ્યાં’તાં સાગરને તીરે, દરિયાને કાંઠે કે-

મેાજાંને ઝીલવાને...

અમે ગ્યાં’તાં સાગરને તીરે, દરિયાને કાંઠે કે-

નાવમાં સ્હેલવાને...

અમે ગ્યાં’તાં સાગરને તીરે, દરિયાને કાંઠે કે-

રેતમાં ખેલવાને...

અમે ગ્યાં’તાં સાગરને તીરે, દરિયાને કાંઠે કે-

ચાંદનીમાં ન્હાવાને...

અમે ગ્યાં’તાં સાગરને તીરે, દરિયાને કાંઠે કે–

સાહસિક થાવાને...

અમે ગ્યાં’તાં સાગરને તીરે, દરિયાને કાંઠે કે–

વાયરે પલાણવાને...

અમે ગ્યાં’તાં સાગરને તીરે, દરિયાને કાંઠે કે–

મોજને માણવાને...