બાળ કાવ્ય સંપદા/પતંગિયાં રૂપાળાં

પતંગિયાં રૂપાળાં

લેખક : કલાધર વૈષ્ણવ
(1932)

અમે પતંગિયાં રૂપાળાં,

પચરંગી પાંખોવાળાં...
અમે



અમે ફૂલ ફૂલ ૫૨ મોહ્યાં,
એણે અમી-અંતરો ખોલ્યાં,

એમાં ભાન અમારાં ખોયાં...
અમે



પેલી કરણ ચંપો બોલાવે,
એના દિલનાં દ્વાર ખોલાવે,

એના હૈયે અમને ઝુલાવે...
અમે



પેલો પવન નાચતો આવે,
એ તો બંસી કેવી બજાવે,

ફૂલ સંગે અમને ઝુલાવે...
અમે



અમે ફૂલડાંનાં ગીત ગાયાં,
એણે કેવાં અમીરસ પાયાં,

એની કેમ ભુલાશે માયા ?....
અમે