પરમ સમીપે/૫
૫
{{Block center|<poem>યત્રાનન્દાશ્ચ મોદાશ્ચ મુદ: પ્રમુદ આસતે
કામસ્ય યત્રાપ્તા કામા, તત્ર મામમૃતં કૃધિ
જ્યાં આત્મિક અને ભૌતિક આનંદ, મોદ અને પ્રમોદ ઉત્તમતા પર પહોંચેલા છે અને જ્યાં કામનાઓની પણ કામના પૂર્ણ થાય છે, એ અમૃત-લોકમાં મને અમર બનાવો. હે આનંદમય, મુજ સત્ત્વશીલ મનુજ માટે આનંદ-પ્રવાહ બનીને વહો.
❋
ભદ્રં નો અપિ વાતય મનો દક્ષમુત ક્રતુમ્
હે દેવ, અમારા મનને શુભ સંકલ્પવાળું બનાવો
અમારા અંતરાત્માને શુભ કર્મ કરનાર બનાવો
અને અમારી બુદ્ધિને શુભ વિચાર કરતી બનાવો.
❋
આ નો ભદ્રા ક્રતવો યન્તુ વિશ્વત:
અમને કલ્યાણકારી કર્મ સર્વ દિશાએથી પ્રાપ્ત થતાં રહો.
</poem>}}