બાબુ સુથારની કવિતા/ડોશીને લાગ્યું કે
૧૯.
ડોશીને લાગ્યું કે
ડોશીને લાગ્યું કે
એનો અંત હવે નજીક છ ે
ત્યારે એ ચૂપચાપ ઊભી થઈ,
કાતરિય ામાં વરસોથી મૂકી રાખેલાં
વાંસનાં ચાર લાકડાં
અને કાથીનું પિ લ્લું
નીચે ઉતારી બાંધી દીધી
એની પોતાની એક ઠાઠડી.
બે મહિ ના પહેલાં જ
પરાગકાકાના છોરાની દુકાનેથી લાવીને
તાકામાં મૂકી રાખેલાં ચાર નાળિયે ર બહાર કાઢી
બાંધ્યાં એમને નનામીને ચારે ખૂણે
નાડાછડીથી.
પછી મંગળકુંભાર ગયા મહિ ને આપી ગયે લો
એ કોરી માટલી કાઢી
એમાં મૂક્યાં બે છાણાં
અને એ છાણાં પર મૂક્યાં
એના પતિ એ હૂકો ભરીને
ચૂલામાં રહેવા દીધેલો દેવતા.
પછી પિય રમાંથી આવેલાં કોરાં લૂગડાં કાઢી
પહેરીને સૂઈ ગઈ એ
નનામી પર
સૂતાં સૂતાં એણે કલ્પના કરી ઃ
એની આસપાસ એના ત્રણેય દીકરા
એમની પત્ની ઓ અને એમનાં બાળકો સાથે ઊભાં છ,ે
મોટા દીકરાને તો બધાં સાથે અબોલા હતા વરસોથી
એને આવેલો જોઈને ડોશીના કાળજામાં
86
વહેવા લાગી ગંગા અને જમના એકસાથે.
વચલો છકે અમેરિ કાથી આવેલો.
એનો હાથ ઝાલીને ડોશીએ કહ્યું ઃ
દીકરા, તને જોઈને હંુ વૈતરણી તરી જઈશ.
નાનાએ ચૌદ વરસે ગામ જોયું.
એનો વનવાસ પૂરો થયો એ જોઈને
ડોશીની કરોડરજ્જુ
શરણાઈ બનીને વાગવા લાગી.
પછી ડોશીએ જોયું તો
એની ડાબે અને જમણે
ઊગ્યા છ ેબે વેલા
એક વાલોળનો
અને બીજો ટીંડુંરાનો.
ડોશીએ હાથ લંબાવી
વાલોળના વેલા પરથી વાર્તા ઓ તોડી
અને આપી પુત્રવધૂઓ, પૌત્રો અને પૌત્રીઓને.
અને ટીંડુરાના વેલા પરથી
કહેવતો તોડીને આપી ત્રણેય દીકરાઓને
અને કહ્યું ઃ ભાઈ, આ વાલોળ અને ટીડુંરાં
એકલા ન ખાતા
આખા ગામમાં વહેંચજો.
પછી, ડોશી જુએ છ ે
મહિ ષ પર સ્વા ર થઈને આવ્યું છ ે
એક કેવડાનું ફૂલ.
ડોશી કહે છ ેઃ કેવડાના ફૂલ સાથે નહીં જાઉં
મગફળીના ફૂલ તેડવા આવે તો જાઉં.
ઈશ્વર ડોશીની અંતિ મ ઇચ્છા પૂરી કરે છ.ે
એ સાંજ ેડોશીના દીકરા
એમનાં કુટુંબીજનો
અને ગામલોકો
87
વાલોળનું અને ટીડુંરાનું શાક
બનાવીને ખાય છ.ે
મોડી રાતે ગામ લોકોને
ઝમઝર માતાના ડુંગરાઓમાંથી આવતો
ગીત ગણગણવાનો અવાજ સંભળાય છ.ે
એ સાંભળીને મુખી કહે છ ેઃ
“ડોશી આપણા ડગું રાઓની રખેવાળી કરી રહ્યાં છ,ે
રાક્ષસોની તાકાત નથી કે
એઓ આપણા ડુંગરા ઉપાડી જાય.”
(‘ડોશી, બાપા અને બીજાં કાવ્યો’ માંથી)(‘સાપફેરા’ એક)