ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/જ/જલ્લાદનું હૃદય
જલ્લાદનું હૃદય
ઝવેરચંદ મેઘાણી
જલ્લાદનું હૃદય (ઝવેરચંદ મેઘાણી; ‘મેઘાણીની નવલિકાઓ’, ૧૯૭૨) કોમની પવિત્ર આજ્ઞા માથે ચડાવી જલ્લાદજીનું પદ સ્વીકારતો વાર્તાનાયક પોતાના બાળદોસ્તના શિરચ્છેદની કપરી ફરજ બજાવે છે. મૃત્યુ પૂર્વે મિત્રે સોંપેલી પુત્રી તોયાને જલ્લાદજી મોટી કરી કોમની વિરુદ્ધ પડી એના પ્રેમી સાથે પરણાવે છે પણ તોયાનો પતિ એને કૂટણખાને વેચી દે છે. પોતાની કુહાડીના એક જ ઘાએ, બારણા પાછળ સંતાયેલા તોયાના પતિને વીંધીને જલ્લાદજી તોયાને બચાવે છે. કોમ-કોમ વચ્ચેની તંગદિલી, એના બે યુવકોની મૈત્રી અને જલ્લાદની કઠિન જિંદગીનું નિરૂપણ કરતી વાર્તા જરા લાંબી થઈ ગઈ છે.
ર.