સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ઘણ ઉઠાવ

From Ekatra Foundation
Revision as of 10:52, 19 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧. ઘણ ઉઠાવ

ત્રિભુવનદાસ લુહાર - ‘સુન્દરમ્’

[પૃથ્વી]

ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા!
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા!
અનંત થર માનવી હૃદય-ચિત્ત-કાર્યે ચઢ્યા
જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં.
ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં
પ્રકંપ પથરાય છો, ઉરઉરે ઊઠે ભીતિનો
ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂબી ભલે,
પછાડ ઘણ ઓ ભુજા! ધમધમાવ સૃષ્ટિ બધી!
અહો યુગયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં!-
લગાવ ઘણ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ,
ધરાઉરદટાઈ મૂર્ત્તિત પ્રચંડ જ્વાલાવલી
બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર ફુત્કારથી.
તોડીફોડી પુરાણું,
તાવી તાવી તુટેલું,
ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને
ઝીંકી ર્હે ઘા, ભુજા ઓ! લઈ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને!