અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/રળિયામણી

From Ekatra Wiki
Revision as of 21:06, 20 September 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| રળિયામણી |સુધીર પટેલ}} <poem> આવજો વાત સૌ પાછલી અવગણી, આજની આ ઘ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રળિયામણી

સુધીર પટેલ

આવજો વાત સૌ પાછલી અવગણી,
આજની આ ઘડી છે રળિયામણી.

તોડજો હોય જે કોઈ ભીંતો ચણી,
આજની આ ઘડી છે રળિયામણી.

નાચજો અંગઅંગે તમે રણઝણી,
આજની આ ઘડી છે રળિયામણી.

સાંભળો આજ વાગે ફરી વાંસળી!
આજની આ ઘડી છે રળિયામણી.

એ જ છે, એ જ છે એ સૂરત સાંવલી!
આજની આ ઘડી છે રળિયામણી.

જાગીને જોઉં છું જાત બસ આપણી,
આજની આ ઘડી છે રળિયામણી.

ધીમે ધીમે ધખે ભીતરે તાપણી,
આજની આ ઘડી છે રળિયામણી.

જાત નખશિખ થઈ ગૈ પહેરામણી,
આજની આ ઘડી છે રળિયામણી.

આજ આપે છે વા’લો વગર માગણી!
આજની આ ઘડી છે રળિયામણી.

(જળ પર લકીર)