ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બાળક સાહેબ)
Revision as of 06:50, 2 September 2022 by KhyatiJoshi (talk | contribs)
બાળક(સાહેબ) [જ.ઈ.૧૮૦૧-અવ. ઈ.૧૯૦૬/સં.૧૯૬૨, પોષ વદ ૧૧, શનિવાર] : રવિભાણ સંપ્રદયના કવિ. નથુરામના શિષ્ય. જ્ઞાતિએ મેઘવાળ. પિતાનું નામ મૂળદાસ. વતન મારવાડ. પછી બોટાદ નજીક અડાઉ ગામે વસવાટ. પહેલાં નાથસંપ્રદાયના એક સાધુનો ભેટો થતાં જૂનાગઢ-ગિરનારમાં યોગ સધના માટે આવી વસેલા. પાછળથી નથુરામનો ભેટો થયા બાદ રવિભાણ સંપ્રદાયના અનુયાયી બન્યા. ધોરાળામાં જીવતા સમાધિ લીધેલી. હાલમાં તેમનાં ૭ સ્થાનો છે. નિર્ગુણ ઉપાસનાનાં ચારથી ૫ કડીનાં ભજનો (૪ મુ.) તેમની પાસેથી મળ્યાં છે. કૃતિ : ૧. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૨. સૌરાષ્ટ્રના હરિજન ભક્તકવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ.૧૯૭૮(+સં.). [શ્ર.ત્રિ.]