ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોતીરામ-૧

From Ekatra Wiki
Revision as of 05:02, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મોતીરામ-૧ [ઈ.૧૮૩૪માં હયાત] : ભરૂચના શ્રીમાળી વણિક. એમની કાફી રાગના નિર્દેશવાળી, ૨૩ પદની ‘નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ’(મુ.) તથા ૯ પદની ‘સુદામાચરિત્ર/સુદામાપુરી’(મુ.) એમ ૨ પદમાળાઓ પ્રેમાનંદની તદ્વિષયક આખ્યાનકૃતિઓ સાથે નિરૂપણની દૃષ્ટિએ કેટલુંક સામ્ય ધરાવે છે. એ સિવાય ‘શામળદાસનો વિવાહ’, ‘કુંવરબાઈનું મોસાળું/મામેરું’ તથા અન્ય પદોની રચના પણ એમણે કરી છે. કૃતિ : ૧. બૃકાદોહન : ૭; ૨. મહાકવિ પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં સુદામાચરિત્ર, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૨૨;  ૩. બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૯૦૨-‘સુદામાચરિત્ર અથવા સુદામાપુરી’, ચમનલાલ આ. પારધી (+સં.);  ૪. ડિકૅટલૉગભાવિ.[ર.સો.]