યાત્રા/તવ ચરણે
Revision as of 10:21, 18 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તવ ચરણે| }} <poem> અમને રાખ સદા તવ ચરણે, મધુમય કમલ સમા તવ શરણે. અમ તિમિરે તવ તેજ જગવજે, અમ રુધિરે તવ બલ પેટવજે, અમ અંતરમાં તવ પદ ધરજે. {{space}} અમને રાખ સદા તવ ચરણે. અગાધ ઓ આકાશ સમાં તવ, અમ ચૈ...")
તવ ચરણે
અમને રાખ સદા તવ ચરણે,
મધુમય કમલ સમા તવ શરણે.
અમ તિમિરે તવ તેજ જગવજે,
અમ રુધિરે તવ બલ પેટવજે,
અમ અંતરમાં તવ પદ ધરજે.
અમને રાખ સદા તવ ચરણે.
અગાધ ઓ આકાશ સમાં તવ,
અમ ચૈતન્ય બનાવ મહાર્ણવ,
અમને આપ સકલ તવ વૈભવ.
અમને રાખ સદા તવ ચરણે.
કમલ સમા તવ મધુમય શરણે.
માર્ચ, ૧૯૪૫