સિગ્નેચર પોયમ્સ/સાધો – હરીશ મીનાશ્રુ
Jump to navigation
Jump to search
સાધો...૧
હરીશ મીનાશ્રુ
સાધો, હરિ સંગે હરીફાઈ
જીતી જશું તો હરિ જીત્યાની કરશું આપબડાઈ. —સાધો
હારી જઈશું તો ઇડરિયો
ગઢ ધરશું હરિચરણે,
કામદુઘા દોહી દોહી
હરિરસ ભરશું બોઘરણે...
ભગતિ તો જૂગટું છે, હાર્યો રમશે રમત સવાઈ. —સાધો
અનંતની ચોપાટ પાથરી
હરિએ ફેંક્યા પાસા,
અમે જીત્યા તો ઢોલ વજાડો
હરિ જીતે તો ત્રાંસા.
છેક છેવટ હાર કબૂલી જાશું સ-રસ રિસાઈ. —સાધો