બાળ કાવ્ય સંપદા/નમીએ તુજને

From Ekatra Foundation
Revision as of 15:08, 12 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નમીએ તુજને

સ્નેહરશ્મિ (ઝીણાભાઈ રતનજી દેસાઈ)
(1903-1991)

પરોઢિયે પંખી જાગીને,
ગાતાં મીઠાં તારાં ગાન;
પરોઢિયે મંદિર મસ્જિદમાં
ધરતા લોકો તારું ધ્યાન.
તું ધરતીમાં, તું છે નભમાં,
સાગર મહીં વસે છે તું;
ચાંદા સૂરજમાંયે તું છે,
ફૂલો મહીં વસે છે તું.
હરતાં ફરતાં કે નીંદરમાં,
રાતે દિવસે સાંજ સવાર,
તારો અમને સાથ સદાયે,
તું છે સૌનો રક્ષણહાર.
દેવ, બનાવી દુનિયા તેં આ,
તારો છે સૌને આધાર,
તું છે સૌનો, સૌ તારાં છે,
નમીએ તુજને વારંવાર !