બાળ કાવ્ય સંપદા/કોડિયું

From Ekatra Foundation
Revision as of 11:42, 16 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કોડિયું

લેખક : વિનોદ જાની
(1935)

કોડિયું નાનું પ્રગટે ત્યાં તો,
પ્રકાશ પથરાઈ જાય;
પ્રકાશને જોતાંની સાથે,
ઝટ અંધારું જાય.

ઝળહળ ઝળહળ થતો દીવડો,
લાગે કેવો હસતો !
અંધારું પી જઈને એ તો,
જગને ઉજાસ દેતો.

એક કોડિયું પાસે જઈને,
બીજાને પ્રગટાવે;
વીજ-ગોળો. બીજા ગોળાને,
કદીય શું પ્રગટાવે ?

મંદિરમાં કે ઘરના ગોખે,
કોડિયું ઝગમગ થાય;
કતારમાં સૌ ગોઠવાયે તો,
દીપાવલી કહેવાય.