બાળ કાવ્ય સંપદા/આવ્યાં વર્ષારાણી
Jump to navigation
Jump to search
આવ્યાં વર્ષારાણી
લેખક : ફિલિપ ક્લાર્ક
(1940-2021)
રૂમઝૂમ આવ્યાં વર્ષારાણી;
ખોબેખોબા લાવ્યાં પાણી.
નદીઓ નાળાં છલકાયાં;
ખેતર જંગલ મલકાયાં.
ચારે કોરે પાણી પાણી;
રૂમઝૂમ આવ્યાં વર્ષારાણી !
લીલી લીલી ધરતી ખીલી;
ફોરે ફૂલો ફોરાં ઝીલી.
કરતા પ્રભુ જળની લ્હાણી;
રૂમઝૂમ આવ્યાં વર્ષારાણી !
પંખી પ્રાણી રાજી-રાજી;
વરસે વાદળ ગાજી-ગાજી.
બાલુડાં મોજ રહ્યાં છે માણી;
રૂમઝૂમ આવ્યાં વર્ષારાણી !