બરફનાં પંખી/એક રિહર્સલ
Jump to navigation
Jump to search
{{Heading|એક રિહર્સલ}
વર્ષોથી ચહેરા ઉપર
છવાયેલી ઉદાસી
જો મેકપ હોત તો
મેં ક્યારની લૂછી નાખી હોત
ને તારી સાથે
હસી પડ્યો હોત ખડખડાટ........
પણ
તને ક્યાંથી ખબર હોય કે
એક ખડખડાટ હાસ્ય માટે
મારે કેટલા બધા રિહર્સલ
કરવા પડે છે!
કાર્ટૂનની ચોપડી ઉઘાડું કે
રમૂજી ટૂચકા વાંચું
કે પછી
મારી જાતે જ હું મને
ગલગલિયાં કરું
પણ હસવાનો ગજકેસરી યોગ
મારી કુંડલીમાં નોંધાયો નથી.
એટલે રોજ સાંજે
તને મળવાનો અર્થ
એક સ્ટફ કરેલા પંખીને મળતું આકાશ.
તને જોઈને
હું હસી પડું છું ખડખડાટ.....
***