ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/આંધું
Jump to navigation
Jump to search
આંધું
આંધું (મોહન પરમાર; ‘ગૂર્જર ગ્રામચેતનાની નવલિકાઓ’, સંપા. રઘુવીર ચૌધરી અને અન્ય, ૧૯૯૮) ભોળીદા પટેલ હટાણું કરીને ગામ પાછા ફરે છે ત્યારે આંધી આવે છે. એમના જ ગામનો શનો સેનમો ઊંટગાડી લઈને પસાર થતાં, ભોળીદાને બેસાડે છે. આંધીમાં રસ્તો સૂઝતો નથી. ભોળીદાને યાદ આવે છે કે ઊંટ માટે લીમડો પાડતા શનાને એમણે ધમકાવ્યો હતો - એ પ્રસંગનું વેર શનો આજે ચોક્કસ લેશે. આથી ભોળીદા શનાના સીધાસાદા હાવભાવથી પણ મનોમન ભય પામે છે. અંતે વાવાઝોડાથી પડેલું ઝાડ હટાવવા જતાં ઝાડ નીચે દબાયેલા ભોળીદાને શનો બચાવી લે છે. વાર્તામાં ભયની લાગણીનું પ્રતીકાત્મક નિરૂપણ થયું છે. ઈ.