ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વરસાદના દિવસો ગયા

From Ekatra Foundation
Revision as of 03:00, 13 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વરસાદના દિવસો ગયા

મધુ રાય

વરસાદના દિવસો ગયા (મધુ રાય; ‘રૂપકથા’, ૧૯૭૨) દંભી પ્રકૃતિના પિતા પાસે ઊછરતી માવિહોણી કિશોરી શ્યામલી, ફળ કાપતાં ચપ્પુ વાગી ગયા પછીય પોતાને ન મળેલું મહત્ત્વ મેળવવા, તાવની દવા-સારવારનો વિરોધ કરી બીમારી વધારતી જાય છે તેમ જ ડોક્ટર અનુપમને ચાહવાનું નાટક કરતી રહે છે - એવા વસ્તુવાળી વાર્તા તેના મનોવિશ્લેષણવાદી નિરૂપણથી નોંધપાત્ર બને છે.
ર.