ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શકુન્તલા અને દુર્વાસા

From Ekatra Foundation
Revision as of 04:04, 13 August 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
શકુન્તલા અને દુર્વાસા

કનૈયાલાલ મુનશી

શકુન્તલા અને દુર્વાસા (કનૈયાલાલ મુનશી; ‘મારી કમલા અને બીજી વાતો’, ૧૯૨૧) ડૉ. વિશ્વનાથને પરણેલી નાયિકા ગરીબ સસરાની અવહેલના કરે છે અને પુત્રને માંદગીથી તેમ જ પતિને બદચલનથી ગુમાવે છે. નાયિકાને શકુન્તલાને મળેલા શાપનું સ્મરણ થાય છે અને વૃદ્ધ સસરાનો આદર કરે છે. નાયિકાની ચેતનામાંથી પ્રસરેલી આ વાર્તામાં અભિજ્ઞાન શાકુન્તલની સમાન્તરતા મુખ્ય બની છે.
ચં.