એકતારો/સલામો
Jump to navigation
Jump to search
સલામો
- સલામો કરૂં બીજના ચાંદને,
સલામો જમીંને ને આસ્માં તને!
સલામો ચમનને ને વેરાનને
ઉછેર્યો તમે એક ઈન્સાનને. ૧
દીઠાં છે ન કાશી કે કાબા અમે,
કુરાનો પુરાણો પડ્યાં નૈ અમે,
ન નાપાક કે પાકના ભેદની
કિતાબો અમે ઉમ્રભરમાં ભણી. ર
અમે જે હતા ઢૂંઢતા તે જડ્યું
અહીં એક ઈન્સાનને દિલ ભર્યું
નયન નીતર્યું ને સબકથી સર્યું
નૂરે–વસ્લ: એણે વતનને ધર્યું. ૩
અમે મિસ્કિનોને શી દૌલત મળી!
ગરૂરી વધી નૈ, ગઈ ઓગળી.
હતા કંજુસો કાળજૂના અમે ,
ગયા વીફરી, રે ફના કાં ગમે! ૪
- મૌલાના અબુલ કલામ આઝાદને અંજલિ