ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિસાગર-૫
Jump to navigation
Jump to search
મતિસાગર-૫ [ઈ.૧૬૨૩માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. પંડિત લલિતસાગરના શિષ્ય. મતિસાગરની ઈ.૧૬૨૩માં રચાયેલી ૪૭ કડીની કૃતિ મળે છે. ચારથી ૧૧ કડીનાં આદિજિન, અજિતજિન, શાંતિજિન, નેમિજિન, પાર્શ્વનાથ અને મહાવીર વિષયક ટૂંકાં સ્તવનોનની રચના તેમણે કરી છે. તેમણે ૨૫થી ૪૮ કડીના ‘પાર્શ્વનાથ(ચિંતામણિ)-સ્તવન’ અને ૨૮થી ૩૯ કડીનાં ૨ ‘મહાવીર-સ્તવન’ની પણ રચના કરી છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.]