ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીપ્રભ
Jump to navigation
Jump to search
લક્ષ્મીપ્રભ [ઈ.૧૭મી સદીનો પૂર્વાર્ધ] : જૈન સાધુ. અમરમણાકિયની પરંપરામાં કનકસોમના શિષ્ય. ૮૭ કડીની ‘ધર્મ-ગીત’ (ર.ઈ.૧૬૦૮/સં.૧૬૬૪, અસાડ સુદ-), ૫૨૧ કડીની ‘અમરદત્તમિત્રાનંદ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૦?), ‘પુણ્યસાર-ચોપાઈ’ અને ‘મૃગાપુત્ર સંધિ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. ડિકૅટલૉગભાવિ; ૪. મુપુગૂહસૂચી.[કા.શા.]