ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાધા શાહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લાધા(શાહ) [સં. ૧૮મી સદી] : કડવાગચ્છના જૈન સાધુ. કડૂઆ-કડવાની પરંપરામાં થોભણના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૦૪/સં.૧૭૬૦, આસો સુદ ૧૦, શુક્રવાર), ‘સામાયિક-સઝાય’ (ર.ઈ.૧૭૦૭), ‘જંબૂકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૦૮/સં.૧૭૬૪, કારતક સુદ ૨, ગુરુવાર), ઐતિહાસિક માહિતી દર્શાવતી ૧૫ કડીની ‘થિરપુર મંડનશ્રી મહાવીર જિન-સ્તવન’ (ર.ઈ.૧૭૨૮/સં.૧૭૮૩, મહા વદ ૧૩; મુ.), ૫ ઢાળ તથા ૮૧ કડીની ‘સૂરત-ચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૭૩૭/સં.૧૭૯૩, માગશર વદ ૧૦, ગુરુવાર; મુ.), ૭ ઢાલ તથા ૯૨ કડીની ઐતિહાસિક કૃતિ ‘શિવચંદજીનો રાસ’ (ર.ઈ.૧૭૩૯/સં.૧૭૯૫, આસો સુદ ૫; મુ.), ગદ્યકૃતિ ‘પૃથ્વીચંદ્ર ગુણસાગરચરિત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૫૧/સં. ૧૮૦૭, માગશર સુદ ૫, રવિવાર), ૧૧ કડીની ‘આઠ મદની સઝાય’, ‘પાટણ ચૈત્યપરિપાટી’, ‘વિચારરત્નાકર-બાલાવબોધ’, ‘સ્ત્રી શિખામણ-સઝાય’-એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ(+સં.); ૨. જૈન કથારત્નકોષ : ૭, પ્ર. ખીમજી ભી. માણેક, ઈ.૧૮૯૨; ૩. પ્રાતીસંગ્રહ; ૪. સૂર્યપૂર રાસમાળા, કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦;  ૫. જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૭-‘થિરપુરમંડન મહાવીર જિન સ્તવન’, સં. શ્રીવિજ્યયતીન્દ્રસૂરિજી; ૬. એજન, જૂન ૧૯૫૩-‘કડૂઆ મત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા. સંદર્ભ : ૧. કડૂઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯, ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ; ૫. મરાસસાહિત્ય;  ૬. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૭. ડિકૅટલૉગભાઇ : ૧૯(૨); ૮. મુપુગૂહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]