The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ભાવશબલતા : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં, એક ભાવની સાથે બીજા અનેક ભાવોની ઉપસ્થિતિ કે એક પછી એક શૃંખલાબદ્ધ ભાવનું મિશ્રણ થાય એને ભાવશબલતા કહે છે. વિતર્ક, ઔત્સુક્ય, સ્મૃતિ, શંકા, ચિંતા-વગેરે અનેક ભાવોનું મિશ્રણ જોવા મળે છે.
ચં.ટો.