ભાવશાંતિ : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કોઈ ભાવવ્યંજનાની ક્ષણે અન્ય વિરોધી ભાવવ્યંજના થતાં પૂર્વની ભાવવ્યંજના સમાપ્ત થાય તેને ભાવશાંતિ કહે છે. અહીં બીજા ભાવનો ઉદય મહત્ત્વનો નથી, પણ પૂર્વસ્થિત ભાવની શાંતિ અધિક મહત્ત્વની છે. ચં.ટો.