હાલરડાં/ખોળે ખેલાવવાનાં જોડકણાં
Jump to navigation
Jump to search
[ઝુલાવવાનું]
[કુદાવવાનું]
[નચાવવાનું]
[પ્રથમ પગલી]
ખોળે ખેલાવવાનાં જોડકણાં
ઝૂલ હાથીડા ઝૂલ
તારી ઝૂલમાં કમળફૂલ.
કૂદ ઘોડા કૂદ
તારી નળીઓમાં દૂધ
ઘોડો બાંધ્યો બજાર
ઘોડો ખાય ચણાની ઘળ
તું તો નાનો છે ત્યાં કૂદ
મોટો થૈશ, ઢીંકા ખૈશ
તું તો શેરીએ ભાગ્યો જૈશ.
આજ મારો નાનકો નાચ્યો નથી.
કૂદ્યો નથી
કડ્યની ઘૂઘરી વાગી નથી.
બટકુંક રોટલો, ટીપું ઘી
નાચ રે નાનકા રાત ને દી.
પા પા પગલી
મામાની ડગલી