ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/થ/થળી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
થળી

મોહન પરમાર

થળી (મોહન પરમાર; ‘મોહન પરમારની પ્રતિનિધિ વાર્તાઓ’, સં. રાધેશ્યામ શર્મા, ૨૦૦૬) તૂરી ચમનની વહુ રેવીને દરબાર માનસિંહ પાંચ વરસથી ભોગવે છે. એના સંતાપથી રેવી આત્મહત્યાનો વિચાર કરે છે પણ પતિ અને પુત્રના ખ્યાલથી અટકી જાય છે. વાસમાં આવીને ખેતરે બોલાવી ગયેલા માનસિંહ પાસે જઈ એ માનસિંહ સાથે પરણવાની દરખાસ્ત કરે છે અને દરબાર - આખા મલકમાં પોતાની થૂ થૂ થઈ જતાં પરણાવવા જેવડી દીકરીઓનો હાથ કોણ ઝાલશે-એ વિચારથી, આસપાસનાં ખેતરમાં કામ કરતાં લોકોને બૂમ પાડવા જતી રેવી સામે છેવટે કરગરે છે. દલિત સ્ત્રી એની વિવશતા છાંડી, અડીને ઊભી રહે તો આબરૂદાર દરબાર કેવા સીધા દોર થઈ જાય - એ સ્થિતિ અહીં વ્યંગગર્ભિત હાસ્ય નિરૂપે છે.
ઈ.