ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બદરીકેદાર
Jump to navigation
Jump to search
બદરીકેદાર
વિનોદિની નીલકંઠ
બદરીકેદાર (વિનોદિની નીલકંઠ; ‘લીલાવતી મુનશીથી હિમાંશી શેલત’, સં. ભારતી વૈદ્ય, ૧૯૮૭) યાત્રા દરમિયાન જડેલા અનાથ બદરીને પુત્રવધૂને હાથ સોંપી સસરા મૃત્યુ પામે છે. સાસુના વિરોધ વચ્ચે પુત્રવધૂ એના પર પોતાના પુત્ર કેદારથી અધિક વહાલ વરસાવે છે. એની માંદગી વખતે બદ્રીકેદારની યાત્રા માને છે પણ રસ્તામાં બદરીને ગુમાવે છે. પાછી ફર્યા પછી પુત્રવધૂને દીકરો અવતરતાં એ એમાં બદરીનું સામ્ય જુએ છે. નિર્વ્યાજ વહાલનો વિષય અહીં રસપ્રદ રીતે કેન્દ્રમાં રહ્યો છે.
ચં.