ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સનદ વગરનો આંબો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સનદ વગરનો આંબો

અઝીઝ ટંકારવી

સનદ વગરનો આંબો (અઝીઝ ટંકારવી; ‘ગૂર્જર ગ્રામચેતનાની નવલિકાઓ’, સં. રઘુવીર ચૌધરી અને અન્ય, ૧૯૯૮) અભરામ ભગત બે પાંદડે થયા તેનો યશ પોતે રોપી-ઉછેરેલા પણ હાલ પડું પડું થતા આંબાને આપે છે. એમના બેય દીકરા ખેતરવાડી, બીડ-ચરિયાણ જ નહીં, કબાટ-મજૂસ, પિત્તળની પવાલી પણ વહેંચી ભાયે ભાગ પાડવા મથે છે. એનાથી દુભાયેલા ભગત, સનદ વગરનો આંબો તો હજી વહેંચવાનો રહી ગયો એમ કહે છે. ભગત અને પડું પડું થઈ રહેલા આંબાના સાથેલાગા ઉલ્લેખથી, પુત્રો દ્વારા ભગતની થઈ રહેલી ઉપેક્ષા માર્મિક રીતે સૂચવાયેલી છે.
ર.