ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સુરખાબ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સુરખાબ

વનુ પાંધી

સુરખાબ (વનુ પાંધી; ‘રણની આંખમાં દરિયો’, સં. ધીરેન્દ્ર મહેતા, ૧૯૮૬) રણપ્રદેશની રક્ષા કરવા આવેલા ત્રણ મિલટરી જવાનો, દૂર કૂબામાં વસતો વૃદ્ધ, તેની દીકરી, જમાઈ અને કાળિયા કૂતરા સિવાય અહીં કોઈ નથી. ત્રણેય જવાનો રણ સાથે સંબંધ અનુભવી શકતા નથી. એકલતા તેમને કોરી ખાય છે. ચોમાસામાં બચ્ચાંને જન્મ આપવા આવતાં અને પછી ઊડી જતાં સુરખાબ તેમની એકલતાને દ્વિગુણિત કરે છે. માણસનાં મન અને રણના પરિવેશનું સંનિધીકરણ વાર્તાને ઊંડાણ બક્ષે છે.
પા.