ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભીમ-સાહેબ-૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભીમ(સાહેબ)-૯ [જ.ઈ.૧૭૧૮/સં. ૧૭૭૪, ચૈત્ર સુદ ૯, બુધવાર] : રવિભાણ સંપ્રદાયના સંતકવિ. ત્રિકમદાસના શિષ્ય. જન્મ સૌરાષ્ટ્રના મોરબી પાસે આમરણ ગામમાં. જ્ઞાતિએ મેઘવાળના બ્રાહ્મણ (ગરોડા). પિતાનું નામ દેવજીભાઈ.માતાનું નામ વિરૂબાઈ. નિર્ગુણ ઉપાસનાનો બોધ કરતાં ને યૌગિક પરિભાષાનો ઉપયોગ કરતાં હિન્દી અને ગુજરાતીમાં એમનાં પદ અને સાખી (કેટલાંક મુ.) મળે છે. કૃતિ : ૧. યોગ વેદાન્ત ભજન ભંડાર, સં. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.) (+સં.); ૨. સૌરાષ્ટ્રના હરિજન ભક્તકવિઓ, નાથાભાઈ ગોહીલ, ઈ.૧૯૮૭ (+સં.); ૪. હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.). સંદર્ભ : ૧. ભાણલીલામૃત, સં. પ્રેમવંશ પુરુષોત્તમદાસ માધવસાહેબ, ઈ.૧૯૬૫; ૨. રામકબીર સંપ્રદય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨. [શ્ર.ત્રિ.]