ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયસમુદ્ર ઉપાધ્યાય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિનયસમુદ્ર(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ-ઈ.૧૬મી સદી મધ્યભાગ] : ઉપકેશગચ્છના જૈન સાધુ. સિદ્ધસૂરિના શિષ્ય. હર્ષસમુદ્રના શિષ્ય. ૨૪૮ કડીની ‘આરામશોભા-ચોપાઈ’ (ર. ઈ.૧૫૨૭/સં. ૧૫૮૩, માગશર-; મુ.), ૬૯ કડીની ‘નેમિરાજઋષિ-સંધિ’ (ર. ઈ.૧૫૨૭ લગભગ), મુનિરત્નસૂરિકૃત મૂળ સંસ્કૃત ગ્રંથ ‘અંબડચરિત’-આધારિત ૫૦૩ કડીનું ‘અંબડચરિત્ર/ચોપાઈ/રાસ’ (ર. ઈ.૧૫૪૩/સં. ૧૫૯૯, મહ સુદ ૨, રવિવાર), ૨૪૬ કડીની ‘મૃગાવતી-ચોપાઈ/મૃગાંકલેખા-ચતુષ્પદી’ (ર. ઈ.૧૫૪૬/સં. ૧૬૦૨, વૈશાખ સુદ ૫, સોમવાર), ૨૪૬ કડીનો ‘ચિત્રસેન પદ્માવતી-રાસ/પદ્મચરિત/સીતા સતી-ચોપાઈ’ (ર. ઈ.૧૫૪૯), ‘સિંહાસન બત્તીસી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૫), ૩૦૦ કડીની ‘નલદવદંતી-ચરિત્ર’ (ર.ઈ.૧૫૫૮), ૨૯૭ કડીનો ‘દ્રૌપદી શિયળ-રાસ’, ‘ચંદનબાળારાસ’ (ર. ઈ.૧૫૨૭) તથા ‘સંગ્રામસૂરિ-ચોપાઈ’-એ કૃતિઓના કર્તા. કૃતિ : સ્વાધ્યય, ફેબ્રુ, મે, ઑગસ્ટ ૧૯૭૮ - ‘વિનિયસમુદ્રવાચકકૃત આરામશોભા ચઉપઈ’, સં. નવીનચંદ્ર એન. શાહ. સંદર્ભ : ૧. આરામશોભારાસ(જિનહર્ષકૃત), સં. જયંત કોઠારી, કીર્તિદા જોશી, ઈ.૧૯૮૩; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહસ; ૪. દેસુરાસમાળા; ૫. પ્રકારૂપરંપરા;  ૬. જૈન સત્યપ્રકાશ, જાન્યુ.-ફેબ્રુ. માર્ચ ૧૯૪૪-‘વિક્રમાદિત્ય સંબંધી જૈન સહિત્ય’, અગરચંદ નાહટ; ૭. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૮. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૯. જૈમગૂકરચનાએં : ૧; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]