જનપદ/ભણકારા
Jump to navigation
Jump to search
ભણકારા
પહેલા ભવની ડૂંટી.
મઘમઘી કસ્તૂરી.
ચકળવકળ મોવટી* ફટોર આંખ.
ધરાનાં બોલ્યાં ઓતરાદાં દ્વાર.
વાણી અને સતના બેડામાં
ડળકે પાણીરો પડછાયો
ફેર કૂવામાં ગોળ ઊતરતાં પગથિયાં
માંય આંતરે ઝરૂખા.
જાંબુજળ ઉદર.
બધા ભણકારા
આવી ઠર્યા છે તળિયે.
- મોવટી : નેવાંનાં નળિયાં તળે વળીના છેડા મઢી લેતી કોતરણીવાળી પટ્ટી.