નારીવાદ: પુનર્વિચાર/કૃતિ-પરિચય
Jump to navigation
Jump to search
કૃતિ-પરિચય
‘નારીવાદ: પુનર્વિચાર’
આ પુસ્તકમાં નારીવાદને લગતાં કેટલાક વિવાદાસ્પદ વિચારોને વિદ્વતાપૂર્વક રજૂ કરવામાં આવેલ છે. ઓક્ટોબર, ૨૦૦૫માં ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગે એક નેશનલ કોન્ફરન્સનું આયોજન કરેલ, જેનો મુખ્ય વિષય હતો, ‘રી-ડિફાઇનિંગ ફેમિનિઝમ્સ’. એક વૈચારિક યોજનાના ફળસ્વરૂપે ‘નારીવાદો’ શબ્દનો પ્રયોગ અહીં બહુવચનમાં કરવામાં આવ્યો છે. નારીવાદને માત્ર જાતિ, એટલે કે જેન્ડરના તફાવત પૂરતો મર્યાદિત ન રાખતા, આમંત્રિત વિદ્વાન શિક્ષણવિદોએ આ માનવવિશ્વને નવીન દ્રષ્ટિકોણોથી તપાસીને પોતાના પેપર્સ રજૂ કરેલ. એના પરિણામ સ્વરૂપે તંત્રીઓ, ડૉ. રંજન હરીશ અને ડૉ. વિ. ભારતી હરિશંકરે આ પુસ્તક અંગ્રેજીમાં પ્રગટ કરેલ. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ નીતા શૈલેશે કરેલ છે, જે ૨૦૧૫માં ગૂર્જર પ્રકાશને બહાર પાડેલ, જેની વિશિષ્ટ નોંધ લેવામાં આવી છે.