પરમ સમીપે/૩૫

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩૫

અમને લાયક બનાવો, હે પરમાત્મા!
જેથી અમે દુનિયાભરના,
ગરીબી અને ભૂખમાં જીવતા ને મૃત્યુ પામતા
અમારા બાંધવોની સેવા કરી શકીએ.
અમારા હાથો દ્વારા તેમને તેમની રોજની રોટી આપો;
અમારા સમજયુક્ત પ્રેમ દ્વારા
તેમને શાંતિ અને આનંદ મળો.

મધર ટેરેસા


હૃદયની અરવ વિનતિ પરે
પરમ કેરી કૃપા
સૂર્યનું કિરણ થઈ અવતરે