પરમ સમીપે/૩૬

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩૬

હે પ્રભુ,
છળ કરતી બુદ્ધિશક્તિથી
ગુલામ બનાવતાં યંત્રોથી
વિકૃત કરતી ધનદોલતથી
મારા પ્રેમને બચાવો.
હે પ્રભુ,
અમને શીખવો કે
અમે અમારી જાતને હવે વધુ પ્રેમ ન કરીએ,
અમારાં પ્રિયજનોને જ ચાહવાથી સંતુષ્ટ ન રહીએ.
હે પ્રભુ,
જે લોકોને કોઈ પ્રેમ નથી કરતું એવા લોકો વિશે
અમને વિચારતાં શીખવો,
બીજાઓનાં દુઃખથી અમારા હૃદયને ઘાયલ કરો, પ્રભુ!

રાઉલ ફિલેરો