બાળ કાવ્ય સંપદા/તા... તા.. થૈ...
Jump to navigation
Jump to search
તા...તા...થૈ...
લેખક : જગદીશ ધ. ભટ્ટ
(1937-2019)
મારે જોવા છે ચાંદો ને તારા
કે ફૂલના ક્યારા
કે મન મારું નાચે તા તા થૈ.
મારે જોવાં છે રાત ને દહાડા
કે તેજના ફુવારા
કે મન મારું નાચે તા તા થૈ.
મારે જોવાં છે ખીણ ને પહાડો
કે સિંહની બોડો
કે મન મારું નાચે તા તા થૈ.
મારે જોવા છે સમંદર ખારા
કે દૂરના ઓવારા
કે મન મારું નાચે તા તા થૈ.
મારે જોવા છે મેઘના ઉછાળા
કે વીજના ઝગારા
કે મન મારું નાચે તા તા થૈ.
મારે જોવાં છે ઝાકળનાં મોતી
કે તેજ લઉં ગોતી
કે મન મારું નાચે તા તા થૈ.