મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૯૪.દેવાનંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૯૪.દેવાનંદ

દેવાનંદ ((૧૮મી ઉ. –૧૯મી પૂ. ઈ. ૧૮૦૩ –૧૮૫૪): સ્વામિનારાયણ સંપ્રદાયના આ સાધુ કવિ દલપતરામના ગુરુ હતા. પૂર્વાશ્રમના કુશળ ગાયક ને સિતારવાદક દેવીદાન દેવાનંદ નામે સાધુ બન્યા પછી વ્રજભાષાની કાવ્યપ્રણાલીના જાણકાર બનેલા. એમણે ગરબો, ચાબખા, તિથિ, બારમાસી, પદો એવાં વિવિધ સ્વરૂપોમાં કૃષ્ણલીલા, સહજાનંદચરિત્ર તેમજ ભક્તિ વૈરાગ્યબોધની હિંદી, ગુજરાતી તેમજ હિંદીમિશ્રગુજરાતી પદરચના કરી છે. સરળતા, પ્રાસાનુપ્રાસથી આવતી ચમત્કૃતિ તેમજ અસરકારકતા એમનાં પદોની લાક્ષણિકતા છે.

૪ પદો