‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/વિભાગ ૨ : પ્રત્યક્ષીય (કુલ ૪૭ પત્રો)
પ્રત્યક્ષીય
[સંપાદકીય લેખો ‘પ્રત્યક્ષીય’ અંગે પ્રતિભાવ, પ્રતિચર્ચા]
‘પ્રત્યક્ષ’ના દરેક અંકમાં, આરંભે નિયમિત રીતે ‘પ્રત્યક્ષીય’ નામનો સંપાદકીય લેખ આવતો. એમાં સામ્પ્રત સાહિત્ય તેમજ વ્યાપક સાહિત્ય વિશેના કોઈ ને કોઈ અગત્યના મુદ્દા વિશે બહુ સ્પષ્ટ, ધારદાર અને વિચારણીય ઊહાપોહ થતો. એટલે ‘પ્રત્યક્ષીય’ આ સામયિકના વાચકો માટે ઘણું રસપ્રદ ને ઉત્તેજક વાચન બન્યું હતું. ‘પ્રત્યક્ષીય’ની આવી ચર્ચા-ક્ષમતાને લીધે એ વિશેના પ્રતિભાવો પણ અવારનવાર વાચકો-લેખકો તરફથી ‘પ્રત્યક્ષ’ની ચર્ચાપત્ર રૂપે મળતા. એવાં ચર્ચાપત્રો ક્યારેક તો એકથી વધારે વાચકો તરફથી આવતા સાહિત્ય પરિષદને સૌ વર્ષ થતાં ત્યારે ‘પરિષદની આરપાર’ નામના ‘પ્રત્યક્ષીય’ લેખના વીસેક પત્ર-પ્રતિભાવો મળેલા. એમાંના મોટાભાગના તરત પછીના અંકમાં પ્રગટ થયેલા. બે ત્રણ એ પછીના અંક એક અંકમાં પણ આવેલા. આ પ્રતિભાવોમાં કોઈને કોઈ વિચારણીય મુદ્દો હજુ રજૂ થયેલો છે. એટલે કે એમાં સંપાદક તરફનો આનંદ-પ્રતિભાવ પણ હોય ને કોઈ મુદ્દાની વાદવિવાદવાળી ચર્ચા પણ હોય.