ભરત વિંઝુડાની ગઝલસંપદા/લાવી બેઠા છે

Revision as of 10:04, 20 November 2025 by Meghdhanu (talk | contribs) (Inserted a line between Stanza)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૭
લાવી બેઠા છે

જાત નજદીક લાવી બેઠા છે,
ને મને હચમચાવી બેઠા છે!

આંખ નીચે નમાવી બેઠા છે,
પગ નીચે પગ દબાવી બેઠા છે!

આપમેળે જ આવી બેઠા છે,
વાત દિલની જણાવી બેઠા છે!

એક દીવો બુઝાવી બેઠા છે,
આગ ભીતર જલાવી બેઠા છે!

હોઉં નહીં હું જ એમ લાગે છે,
એમ ખુદમાં સમાવી બેઠા છે!

(તો અને તો જ)