અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/માનવીનું હૈયું

Revision as of 13:56, 5 September 2021 by Atulraval (talk | contribs)


માનવીનું હૈયું

ઉમાશંકર જોશી

માનવીના હૈયાને નંદવામાં વાર શી?
         અધબોલ્યા બોલડે,
         થોડે અબોલડે.
પોચાશા હૈયાને પીજવામાં વાર શી?

         સ્મિતની જ્યાં વીજળી,
         જરીશી કરી વળી,
એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?

માનવીના હૈયાને રંજવામાં વાર શી?
એના એ હૈયાને નંદવામાં વાર શી?

મુંબઈ, ૨૮-૧૦-૧૯૩૭


આસ્વાદ: હૈયાનો સ્વભાવ અને પ્રભાવ — ભગીરથ બ્રહ્મભટ્ટ