રવીન્દ્રપર્વ/૧૦૫. કાર યેન એઇ મનેર વેદન
Revision as of 06:14, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦૫. કાર યેન એઇ મનેર વેદન| }} {{Poem2Open}} કોણ જાણે, કોના મનની આ વેદના...")
૧૦૫. કાર યેન એઇ મનેર વેદન
કોણ જાણે, કોના મનની આ વેદના ચૈત્ર માસની ચંચળ હવામાં છે. ઝૂમકા લતાનાં ચળકતાં પાંદડાં કોની ચમકીને જોતી દૃષ્ટિથી કંપી રહ્યાં છે. કોની ખોવાઈ ગયેલી એ વાણી, કોના પ્રેમનું સ્મરણ આંબાની મંજરીની સુગન્ધ જોડે ભળીને વનને આજે રડાવી રહ્યું છે. બે કંકણનો રણકાર અત્યારે કોને યાદ છે. એ જ કંકણનો ઝગમગાટ પિયાલવનની શાખાએ નાચે છે, જેની આંખનો આ આભાસ નદીના તરંગને ખોળે ખોળે ઝૂલે છે તેની સાથે મારે પરિચય હતો — એ સમયે કરેલા નૌકાવિહારની વેળાએ. (ગીત-પંચશતી)