રવીન્દ્રપર્વ/૧૨૨. કેન સારા દિન ધીરે ધીરે
Revision as of 06:51, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨૨. કેન સારા દિન ધીરે ધીરે| }} {{Poem2Open}} આખો દિવસ ધીરે ધીરે રેતી...")
૧૨૨. કેન સારા દિન ધીરે ધીરે
આખો દિવસ ધીરે ધીરે રેતી લઈને કાંઠા પર કેમ માત્ર રમત રમ્યા કરે છે? વેળા વીતી ગઈ, ખોટી રમત છોડીને કાળા જળમાં કૂદી પડ. અતલ જલ તાગીને જે હાથ લાગે તે લઈને હસીરડીને ઘરે પાછી વળ. નથી ખબર કે મનમાં શું ધારીને કોઈ રસ્તા પર આવીને બેઠું છે; પુષ્પની સુવાસથી ફાગણના પવનમાં એ કેવી હૃદયને ઉદાસ કરી મૂકે છે? આ ઉન્મત્ત પવનમાં જ એ ઉદાસીને સાથે લઈને ચાલી નીકળ. (ગીત-પંચશતી)