પ્રેમાનંદ આખ્યાન શ્રેણી

Revision as of 17:34, 28 October 2021 by Atulraval (talk | contribs)


પ્રેમાનંદ આખ્યાન શ્રેણી

શ્રેણી-સંપાદક : રમણ સોની

કવિ પ્રેમાનંદ મધ્યકાલીન ગુજરાતી ભાષાના સમર્થ આખ્યાનકાર કવિ હતા – આજે પણ એમની કથનકલા અને કવિશક્તિ આનંદ અને તૃપ્તિનો અનુભવ કરાવે છે. આ સંપાદન-શ્રેણી પ્રેમાનંદનાં, પહેલે તબક્કે પાંચ આખ્યાનોને ઈ-શ્રેણી રૂપે પ્રગટ કરે છે. જુદાજુદા અભ્યાસી સંપાદકોએ એનું સંપાદન સંભાળ્યું છે અને એમની વિશેષતાઓ એમાં પરોવાઈ છે. પરંતુ, એ સાથે જ, એની રજૂઆતને એક ઘાટ આપવા માટે એનું પરિરૂપ એકસરખું રાખ્યું છે. શ્રેણી-સંપાદકે, દરેક આખ્યાનને સર્વસામાન્યરૂપે લાગુ પડે એવા, ગુજરાતી આખ્યાનના સ્વરૂપ ને વિકાસગતિ અંગે કેટલાક લેખન-અંશો તૈયાર કરીને સામેલ કર્યા છે. આ આખ્યાનોના દરેક સંપાદકે– (૧) વિવિધ મુદ્રિત વાચનાઓને સંકલિત કરીને એક સુગમ વાચના તૈયાર કરી છે, (૨) દરેક કડવાને આરંભે ટૂંકી પરિચય-નોંધ મૂકી છે અને શબ્દાર્થ-નોંધો કરી છે, (૩) પ્રવેશક તરીકે સંક્ષિપ્ત કૃતિ-પરિચય આપવા ઉપરાંત (૪) આખ્યાન-કૃતિનો આસ્વાદલક્ષી અભ્યાસ પણ રજૂ કર્યો છે. એ રીતે આ સંપાદનો શાસ્ત્રીય ઉપરાંત સર્વગ્રાહી અને રસપ્રદ વાચન બન્યાં છે. વાંચો – ૧. કુંવરબાઈનું મામેરું : સંપાદક — રમણ સોની ૨. સુદામાચરિત્ર : સંપાદક — દર્શના ધોળકિયા ૩. ઓખાહરણ : સંપાદક — હૃષીકેશ રાવલ ૪. અભિમન્યુ-આખ્યાન — સંપાદક ભરત ખેની ૫. ચંદ્રહાસ-આખ્યાન — સંપાદક પ્રવીણ કુકડિયા