ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આશુસંવાદ

Revision as of 08:22, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આશુસંવાદ (Stichomythia) : સંવાદનું એક વિશિષ્ટ સ્વરૂપ. પદ્યસંવાદમાં એકની એક પંક્તિમાં જૂજ ફેરફાર સાથે વારાફરતી બે પાત્રો ત્વરિત, પણ નિયંત્રિત દલીલોનો અર્થ ઉપસાવે છે. જેમકે ઉમાશંકર જોશીના ‘૧૯મા દિવસનું પ્રભાત’ પદ્યનાટકમાં નીચેનો સંવાદ : ‘દ્વૌપદી : હા! પાંચ પુત્રે મુજ ખાલી કૂખ! /ગાંધારી : આ દુઃખથી તો ભલી ઠાલી કૂખ!/ દ્રૌપદી : મારી કૂખે લુપ્ત સત્પિતૃ વંશ! / ગાંધારી : આ કૂખ સૂતો કલિનો જ અંશ!’ ચં.ટો.